Home> India
Advertisement
Prev
Next

લખનઉની CJM કોર્ટમાં વકીલ પર પર દેશી બોમ્બથી હુમલો, જીવતા બોમ્બ પણ મળી આવ્યાં

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના વઝીરગંજ કચેરીમાં બોમ્બ વિસ્ફોટ થયો છે. જેમાં અનેક વકીલો ઘાયલ થયા છે. પોલીસે સીજેએમ કોર્ટની બહાર ત્રણ જીવતા બોમ્બ પણ જપ્ત કર્યા છે.

લખનઉની CJM કોર્ટમાં વકીલ પર પર દેશી બોમ્બથી હુમલો, જીવતા બોમ્બ પણ મળી આવ્યાં

લખનઉ: ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના વઝીરગંજ કચેરીમાં બોમ્બ વિસ્ફોટ થયો છે. જેમાં અનેક વકીલો ઘાયલ થયા છે. પોલીસે સીજેએમ કોર્ટની બહાર ત્રણ જીવતા બોમ્બ પણ જપ્ત કર્યા છે. મળતી માહિતી મુજબ વકીલ સંજીવ લોધીને નિશાન બનાવીને આ બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. લોધી બાર એસોસિએશનના એક પદાધિકારી પણ છે. આ હુમલામાં તેઓ માંડ માંડ બચી ગયા છે.

પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મામલાની તપાસ હાથ ધરી છે. કહેવાય છે કે વકીલોના બે જૂથો વચ્ચે અંગત અદાવતને લઈને આ બોમ્બથી હુમલો થયો છે. અત્રે જણાવવાનું કે લખનઉ કચેરીમાં ચૂંટણી પણ યોજાવવાની છે. 

જુઓ LIVE TV

અચાનક ધડાકાથી કોર્ટ પરિસરમાં અફરાતફરી મચી ગઈ છે. ઘટના બાદ સીસીટીવી ફૂટેજ દ્વારા હુમલાખોરોની શોધ થઈ રહી છે. કહેવાય છે કે હુમલાખોરોએ તમંચો પણ લહેરાવ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More